pub-8726264906223836 વિચારોની વનમાળા: એક રાખી : સરહદ સે સરહદ તક........!!!

Monday, 20 July 2020

એક રાખી : સરહદ સે સરહદ તક........!!!


        દેશની સરહદની રક્ષણમાં દિવસ રાત સેવા કરતાં સીમા સુરક્ષા દળના જવાનોની સેવા અવિરત ચાલુ છે અને આપણે સૌ નાગરિકો સલામતીની સાથે દેશમાં હરીફરી શકીએ છીએ. જવાનોની આ દેશદાજની લાગણીને સન્માનવાનો લ્હાવો અગર જનતાને મળે તો તે અચૂક લાભ લે છે. આવો જ કઈક લાભ કચ્છની જનતાને પ્રાપ્ત થયો. 

    નાગરિક સંરક્ષણ વિભાગની અનોખી પહેલ એક રાખી: સરહદ સે સરહદ તક” ધ્વારા કચ્છની જનતા માટે આદરવામાં આવી જે અંતર્ગત તેમણે અન્ય સંસ્થાઓની મદદ લઈને કચ્છભરની બહેનો પાસેથી શુભેચ્છા સંદેશ સાથે રાખડી મંગાવી, અને જિલ્લાભરમાથી આવેલી રાખડીઓ એકત્ર કરી સીમા સુરક્ષા દળના વડાને સોંપવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે તહેવારોની સિઝન આવી રહી છે પરંતુ કોવિડ મહામારીને લીધે બધા તહેવારોની રંગત બદલાઈ જવાની છે. જવાનો પણ આ કારણે પોતાના વતન પરત નહીં ફરી શકે ઉલ્ટાનું તેમની બદલી સુરક્ષાને પગલે એક રાજ્યથી બીજા રાજયમાં થઈ રહી છે. આવા વખતે કચ્છની સીમા સુરક્ષા દળની ટુકડી કાશ્મીર જવા રવાના થઈ. તેઓ જાય એ પહેલા કચ્છની બહેનોએ નાગરિક સંરક્ષણની અનોખી પહેલનાં મોરચે તેમની સુરક્ષાનો કવચ સાથે મોકલ્યો છે. 

    આ વખતે કાશ્મીર જનારા એ જવાનોના હાથના કાંડા રાખડી પુનમના દિવસે ખાલી નહીં રહે અને એ સુરક્ષા ધાગાને લીધે તેમની દરેક મુશ્કેલીઓમાં રક્ષા થતી રહેશે તેવી આશા સાથે જવાનોને કચ્છની તમામ બહેનો ધ્વારા રાખડીઓ અર્પણ કરવામાં આવી. નાગરિક સંરક્ષણ દળ અને સહભાગી તમામ સંસ્થાઓનો આ અનેરો પ્રયાસ ખરેખર વંદનીય છે.   

રિપોર્ટ રજૂ કરનાર : પૂર્વી ગોસ્વામી 
વોર્ડન, નાગરિક સંરક્ષણ- ભુજ 

No comments:

Post a Comment