pub-8726264906223836 વિચારોની વનમાળા: રામ નામ
Showing posts with label રામ નામ. Show all posts
Showing posts with label રામ નામ. Show all posts

Tuesday, 4 August 2020

‘રામરામ’ કરતી વખતે રામનામ બે વાર કેમ બોલવામા આવે છે?


‘મંગલ ભવન અમંગલહારી…’

500 વર્ષથી જે ઘડીની રાહ દરેક ભારતવાસીઓ જોઈ રહ્યા હતા’ તે રામમંદિર નિર્માણનું પૂજન શરૂ થઈ ચૂક્યું છે અને 5મી ઓગસ્ટના થઈ રહેલા રામમંદિર ભૂમિપુજનના પાવન અવસર પર ભારતભરની જનતાએ દિવાળી પહેલા જ દિવાળી ઉજજવવાની ચાલુ કરી દીધી છે, દેશભરમાં રામભક્તો રામનામની ધુન, પુજાપાઠ, યજ્ઞ ઈતિયાદી વિધિઓ કરી રહ્યા છે.

આ રામનામનો મહિમા અનન્ય છે. આપણે ગુજરાતીઓ જય માતાજી, જય શ્રીક્રુષ્ણ, જય સ્વામિનારાયણ, નમો નારાયણ, સાઈરામ તથા રામરામ કહીને શુભેચ્છાઓ આપતા હોઈએ છીએ. શું આપને ખબર છે? ‘રામરામ’ કરતી વખતે આપણે રામનામ બે વાર કેમ બોલીએ છીએ?

નહીં...?

ચાલો જાણીએ તેનું રહસ્ય. રામરામ બોલવાથી એવું માનવામાં આવે છે કે ‘રામરામ’ બોલવાથી રામ નામના 108 નામ જપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ‘મંગલ ભવન અમંગલહારી…’ રામનું નામ બધા જ અમંગલોને દૂર કરનારું છે અને બધા જ મંગલોનું નિવાસસ્થાન છે. ‘રામરામ’ ને બદલે ‘મરા…મરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો. તુલસીદાસજી જેવા અનેક સંત-મહાત્માઓ રામનામનું શરણું લઈ ભવપાર તરી ગયા હતા. તુલસીદાસજીએ રામચરિત માનસ દ્વારા એ રામકથાને ઘર-ઘર સુધી પહોંચાડી.

રામ નામની સંધિ છૂટી પાડતાં (ર+આ+મ) મળે છે. શબ્દાવલી પ્રમાણે “ર” 27માં ક્રમે, “આ” = 2જા ક્ર્મે તથા “મ” = 25માં ક્રમે આવે છે. આ શબ્દમાં (ર+આ+મ) એટલે કે (27+2+25= 54) અંક મળે છે. આમ રામ અને રામ બેવાર બોલવાથી 54+54 = 108 થાય. આમ ‘રામરામ’ શબ્દમાં 108 અંકની નામાવલીની માળા કર્યાનું પુણ્ય આપણે મેળવી શકીએ છીએ.

સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિનો એકમાત્ર ઉપાય તે રામનામ છે. ‘રામનામ’ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામરામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે.


 -પૂર્વી ગોસ્વામી