pub-8726264906223836 વિચારોની વનમાળા: ‘રામરામ’ કરતી વખતે રામનામ બે વાર કેમ બોલવામા આવે છે?

Tuesday 4 August 2020

‘રામરામ’ કરતી વખતે રામનામ બે વાર કેમ બોલવામા આવે છે?


મંગલ ભવન અમંગલહારી…’

500 વર્ષથી જે ઘડીની રાહ દરેક ભારતવાસીઓ જોઈ રહ્યા હતા’ તે રામમંદિર નિર્માણનું પૂજન શરૂ થઈ ચૂક્યું છે અને 5મી ઓગસ્ટના થઈ રહેલા રામમંદિર ભૂમિપુજનના પાવન અવસર પર ભારતભરની જનતાએ દિવાળી પહેલા જ દિવાળી ઉજજવવાની ચાલુ કરી દીધી છેદેશભરમાં રામભક્તો રામનામની ધુનપુજાપાઠયજ્ઞ ઈતિયાદી વિધિઓ કરી રહ્યા છે.

 રામનામનો મહિમા અનન્ય છે. આપણે ગુજરાતીઓ જય માતાજીજય શ્રીક્રુષ્ણજય સ્વામિનારાયણનમો નારાયણસાઈરામ તથા રામરામ કહીને શુભેચ્છાઓ આપતા હોઈએ છીએ. શું આપને ખબર છે? ‘રામરામ’ કરતી વખતે આપણે રામનામ બે વાર કેમ બોલીએ છીએ?

નહીં...?

ચાલો જાણીએ તેનું રહસ્ય. રામરામ બોલવાથી એવું માનવામાં આવે છે કે ‘રામરામ’ બોલવાથી રામ નામના 108 નામ જપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ‘મંગલ ભવન અમંગલહારી…’ રામનું નામ બધા જ અમંગલોને દૂર કરનારું છે અને બધા જ મંગલોનું નિવાસસ્થાન છે. ‘રામરામ’ ને બદલે ‘મરામરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો. તુલસીદાસજી જેવા અનેક સંત-મહાત્માઓ રામનામનું શરણું લઈ ભવપાર તરી ગયા હતા. તુલસીદાસજીએ રામચરિત માનસ દ્વારા એ રામકથાને ઘર-ઘર સુધી પહોંચાડી.

રામ નામની સંધિ છૂટી પાડતાં (ર+આ+મ) મળે છે. શબ્દાવલી પ્રમાણે 27માં ક્રમે, “” = 2જા ક્ર્મે તથા ” = 25માં ક્રમે આવે છે. આ શબ્દમાં (ર+આ+મ) એટલે કે (27+2+25= 54) અંક મળે છે. આમ રામ અને રામ બેવાર બોલવાથી 54+54 = 108 થાય. આમ ‘રામરામ’ શબ્દમાં 108 અંકની નામાવલીની માળા કર્યાનું પુણ્ય આપણે મેળવી શકીએ છીએ.

સંસારના આધિવ્યાધિ અને ઉપાધિનો એકમાત્ર ઉપાય તે રામનામ છે. ‘રામનામ’ અદભુત સંજીવની છેઅમોઘ શસ્ત્ર છેમહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામરામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે.


 -પૂર્વી ગોસ્વામી 

No comments:

Post a Comment