pub-8726264906223836 વિચારોની વનમાળા: ભારતના નકશામાં લેધર આર્ટમાં પોતાનું સ્થાન અંકિત કરનાર રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત :ભસર ભૂરા ખોયલા કચ્છને ક્યારેય નહીં ભૂલાય

Saturday, 18 July 2020

ભારતના નકશામાં લેધર આર્ટમાં પોતાનું સ્થાન અંકિત કરનાર રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત :ભસર ભૂરા ખોયલા કચ્છને ક્યારેય નહીં ભૂલાય

જર્મનીના મ્યુઝિયમમાં કચ્છી ભૂંગો બાંધીને વિદેશીઓના દિલ જીતી લેનાર ભસર ભૂરા કાકા 

બન્ની કચ્છ મારવાડા સમાજના અગ્રણી અને શિલ્પગુરુ ભસર ભૂરા ખોયલાનું 65 વર્ષે અવસાન થતાં લોકસંગીતની આરાધીવાણીના ઉત્કૃષ્ટ કલાકારની કાયમી ખોટ પડી છે. કચ્છને ક્યારેય નહીં ભૂલાય તેવા ભસર કાકાની અમૂલ્ય દેન કચ્છ માટે તેમની કાયમ યાદ અપાવતી રહેશે. લોકકલાના સાચા આરાધક ભસર ભૂરા કાકાએ કચ્છની ચર્મ કળા, મડવર્ક અને લોકસંગીતને જીવંત રાખવા પોતાનું આયખુ વિતાવી દીધું. બન્ની પચ્છમની કળાને દેશ વિદેશમાં ફેલાવનાર ભસર ભૂરા કાકાએ 1983ના વર્ષમાં ચર્મકળા માટે પ્રથમ નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેમજ 2016માં તે સમયના ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્તે શિલ્પગુરુ એવોર્ડ પણ હાંસલ કર્યો હતો. જર્મનીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ગ્રેસી મ્યુઝિયમમાં કચ્છની સંસ્કૃતિ એવા કચ્છી ભૂંગા બનાવીને ભસર ભૂરા કાકાએ વાહવાહી પામી હતી. કાકાએ કચ્છના સંસ્કૃતિ દુત તરીકે કચ્છના અન્ય કલાકારોની સાથે ઈંગ્લેન્ડનો પ્રવાસ પણ કરેલો જ્યાં તેમણે આરાધી ભજનો ગાઈને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.   



તેમણે યુવા લોકોને ચામડાની હસ્તકલાને ચાલુ રાખવા પ્રેરણા આપીજે 1970 થી 2000ની વચ્ચેના તેના ઇતિહાસમાં ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઈ કારીગરોના મસીહા ભસર ભૂરા કાકા કચ્છીઓના દિલમાં કાયમ જીવંત રહેશે.  

  • 1983મા નેશનલ એવોર્ડ
  • 1984મા જર્મન પ્રવાસ
  • 1990મા લંડન પ્રવાસ
  • ફરી 2005મા જર્મન પ્રવાસ
  • 2010 સિંગાપોર પ્રવાસ,
  • 2013મા શિલ્પ ગુરૂ એવોર્ડ

અંબિકા સોની (મંત્રી, ભારતીય માહિતીસંચાર વિભાગ) અને ડો. લી બુન યાંગ (મંત્રી, સંદેશાવ્યવહાર અને સંકૃતિ વિભાગ, સિંગાપોર) તા.5 એપ્રિલ, 2008ના રોજ સિંગાપોર ખાતે હોડકાના કારીગર શ્રી ભસર ભૂરા ખોયલા ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.   
 



પ્રસ્તુતકર્તા: પૂર્વી ગોસ્વામી 

No comments:

Post a Comment