દિવ્ય ભાસ્કર કરછ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
*"લોકડાઉનની શીખ : મનથી ત્યજીએ મૃત્યુ ભોજન"*
કચ્છ ના વિવિધ ધાર્મિક સંપ્રદાયો તથા સમાજ દ્વારા મૃત્યુ ભોજનને તિલાંજલિ દેવા માટે ભાસ્કર અભિયાનમાં સાથે જોડાયા છે. પરિવર્તન દરેક સમાજ અને ધર્મમાં સમય અને સંજોગો મુજબ બદલાય તે ખૂબ જરૂરી છે, મુશ્કેલીઓ ને દૂર કરવા તેને અવસરમાં બદલવાનો કામ માનવીનો જ છે.
મૃત્યુ ભોજન.....
જન્મ હોય કે મરણ, બંને જ મનુષ્યના જીવન ચક્ર છે અને તેના માટે વ્યક્તિ કંઈ કરી પણ નથી શકતા, પરંતુ જન્મથી લઈને મૃત્યુ સુધી કેટલીક એવી પરંપરાઓ છે, કે જેમાં મનુષ્યને બાંધી દેવામાં આવ્યા છે, જકડી લેવામાં આવ્યા છે અને એટલે જ તેઓ બસ આ પરંપરાઓને ફક્ત ચલાવતા આવે છે.
આવી જ એક પરંપરા છે મૃત્યુભોજની પરંપરા, જેના વિશે તમે જાણતા પણ હશો તો એટલું જ કે ઘણા લાંબા સમયથી ચાલી આવતી પ્રથા છે અને કહેવાય છે કે લોકોને અને આખા ગામને તેરમા વખતે પોતાના તરફથી જમાડવા જોઈએ.
કુટુંબના કોઈ પણ એક સભ્યના મૃત્યુના શોકમાં બનાવવામાં આવતા ભોજને મૃત્યુ ભોજન કહે છે. એટલે કે જે ભોજન શોકમાં અથવા તો રડતાં રડતાં બનાવવામાં આવે છે અથવા તો રડતા રડતાં ખાવામાં આવે છે એ ભોજને મૃત્યુ ભોજન કહેવાય છે. આ એક પ્રકારનો સામાજિક કુરિવાજ છે.
આ સંબંધિત મહાભારતમાં એક ઉલ્લેખ મળે છે કે જયારે ભગવાન કૃષ્ણ દુર્યોધન પાસે યુદ્ધ પહેલા સંધિ કરવા માટે જાય છે, અને તેનો આ પ્રસ્તાવ નકારી દેવામાં આવે છે. ત્યાર પછી તેઓ નક્કી કરે છે કે યુદ્ધ થશે અને કૃષ્ણ ત્યાંથી જવા લાગે છે ત્યારે દુર્યોધન તેમને જતા વખતે ભોજન કરવાનું કહે છે.
જેના પર ભગવાન કૃષ્ણ કહે છે, "सम्प्रीति भोज्यानि आपदा भोज्यानि वा पुनै:" એટલે કે જ્યાં પ્રેમ હોય ત્યાં જ ભોજન કરવું જોઈએ, જ્યાંના વાતાવરણમાં શોક કે તકલીફ હોય ત્યાં કરવામાં આવેલું ભોજન અશુભ હોય છે. જો આ વાતને તેરમાના ભોજન સાથે જોડવામાં આવે તો અહીં પણ આ વાત એકદમ સચોટ રીતે બંધ બેસે છે. કારણકે આવા દુઃખભર્યા માહોલમાં ભોજન કરાવવામાં આવે છે એ ક્યારેય પણ ઉચિત નથી લાગતું, પણ કરાવવામાં આવે છે.
આ બધી પ્રથાઓ છે જે કશેને કશે ખોટી તો છે જ અને જાણવા છતાં પણ તેને ચલાવતા આવે છે. લોકોને ખબર છે કે આગળ પણ જો આ પ્રથાઓ નહિ રોકવામાં આવે તો આ બધું ચાલતું જ રહશે. એટલા માટે જરૂરી છે કે આ પ્રથાઓ પર થોડું વિચારીને અમલ કરવામાં આવે, અને આવું થઇ પણ રહ્યું છે. ઘણી જગ્યાઓ પર લોકોએ મૃત્યુભોજ જેવી પ્રથા બંધ કરી દીધી છે.
True dear ...and good initiative.... Hope ke aaa badhu pratha na name thopvanu band thai jay .... 😊👌👌👍👍
ReplyDelete