pub-8726264906223836 વિચારોની વનમાળા: Folk Lore

Tuesday, 5 May 2020

Folk Lore



     લોકસાહિત્ય, લોકસંગીત,લોકનૃત્ય,લોકનાટ્ય,લોકમાન્યતા,લોકચિત્રકલા,લોકકસબ - વગેરે જે કઈ લોક જીવનની પરંપરામાં સંકળાયેલું છે તેને લોકવિદ્યા Folk Lore તરીકે ઓળખવામાં આવે છે. કહેવતો, ઉદગારો,મંત્રો,વાણીની પરંપરાઓ,ભરતગૂંથણ,મદારી,કઠપુતળીના લોક મનોરંજક ખેલો,દાદીમાનું વૈદ્ય અને ઘરગથ્થું ઉપચારો,ઉત્સવો અને પર્વો પશુપાલન અને કૃષિ પરંપરાઓ આ બધું જ લોકવિદ્યામાં સમાવિષ્ટ હોય છે. આ વિદ્યા એટલે Lore છે. પરંપરાગત એવું જ્ઞાન,કૌશલ્ય કે માહિતી છે એનું કોઈ શાસ્ત્ર હોતું નથી કે વ્યક્તિગત શિક્ષણ લેવાની પણ જરૂર પડતી નથી. 


    લોકસાહિત્યને વાર્તા, રીત રિવાજો અને સંસ્કૃતિમાં માન્યતાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે અલિખિત અને મૌખિક રીતે પેઢી દર પેઢી પસાર થાય છે. લોકકથાઓનું ઉદાહરણ એ એક વાર્તા છે જ્યાં તેમનો પરિવાર તેના દાદી દ્વારા પૌત્રને કહેવામાં આવ્યો હતો. જીવંત સંસ્કૃતિ અથવા પરંપરાઓને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનું તે શ્રેષ્ઠ માધ્યમોમાંનું એક છે. પરંપરા સાથે સામાજિક ભાગીદારી,અનુભવ અને નિરીક્ષણથી આ લોકવિદ્યા કૌશલ્ય પ્રાપ્ત થાય છે. FOLK એટલે સામાન્ય રીતે માની લેવામાં આવતું તેમ માત્ર આદિવાસી (Tribal) નહીં કે હાલમાં મૉટે ભાગે માનવામાં આવે છે તેમ માત્ર ગ્રામ્ય સમાજ પણ નહીં. Folk એટલે કોઈ પણ સમાજના, કોઈ પણ સમયનો સમાન એવી જીવનની પરંપરા ધરાવતો સામાજિક એવો એકમ એટલે કે એ શહેરી અને વિકસિત સમાજનો પણ હોઈ શકે. Folk ને હજુ વધુ સમજવા માટે મારુ અનુભવ વધાર્યું ત્યારે વધુ સ્પષ્ટ બની. એલન મેક હેલ " Fundamentals of Folk Lore" માં કહે છે કે દરેક એકમ જેમાં વિવિધ વ્યક્તિઓ પરસ્પર રીતે સંકળાયેલા છે તે Folk છે. એમાં અશિક્ષિત વર્ગની સાથે  શિક્ષિત પણ હોઈ શકે, ગ્રામીણ હોય અને શહેરી પણ હોય. આ બધાને સાંકળે છે તે તેમની સમાન લોકપરંપરા, અને આ Body Tradition તે Folk Lore છે. 


    હાલમાં, લોકસાહિત્યના ઘણા સ્વરૂપો પુસ્તકો અને હસ્તપ્રતોમાં પરિવર્તિત થયા છે, જે આપણે નવલકથાઓ, ઇતિહાસ, નાટકો, વાર્તાઓ, ગીત કવિતાઓ અને ઉપદેશોના રૂપમાં જોયે છે. લોકસાહિત્ય, જોકે, માત્ર સાંસ્કૃતિક મૂલ્યોનું વાહક નથી; તેના બદલે, તે આત્મ-પ્રતિબિંબની પણ અભિવ્યક્તિ છે. તે આજની વાસ્તવિકતાની કોઈપણ સુસંગતતા વિના ઉચ્ચ નૈતિક જમીનને પકડવાનું પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. બધી જ લોકવિદ્યાના મૂળમાં શાસ્ત્ર કે વિજ્ઞાન જન્મ લે છે. કલાનું રૂપ સિદ્ધ થાય છે ત્યારે તેના પર પ્રશિષ્ટિકરણની  પ્રક્રિયા થતી હોય છે.  એમાં ક્યાં સંજોગો-કારણો  વિશિષ્ટ સામાજિક એકમો ભાગ ભજવે છે તેના પર ધ્યાન અપાતું નથી. સાહિત્ય અને સંગીતની આજની પણ જીવતી જાગતી પરપરંપરાઓ તે કલાની કૃતિઓ અને શાસ્ત્રોના અભ્યાસ પછી ખબર પડે કે લોકવિદ્યાનો વિકાસ એ મહત્વનો ભાગ ભજવ્યો છે.


પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ
તા: 16/11/19 

No comments:

Post a Comment