pub-8726264906223836 વિચારોની વનમાળા: વિચારની શક્તિ

Tuesday, 5 May 2020

વિચારની શક્તિ



જીવન આપણી ક્ષમતા કરતાં આપણે વધુ કષ્ટદાયી લાગે તો આપણા અંતરને આપણે પ્રશ્ન કરવો જોઈએ કે, " મુશ્કેલી ક્યાં છે ?"


મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાય ત્યારે સામાન્યતઃ આપણે બીજા પર દોષારોપણ કરીએ છીએ અથવા એવી શક્તિ પર દોષ ઢોળિયે છીએ, જેનું નિયંત્રણ આપણા હાથમાં નથી. પરંતુ સાચી વાત તો એ છે કે કોઈ પણ પરિસ્થિતિ આપણા કાબુ બહાર હોતી નથી.


ભગવાન બુદ્ધે કહ્યું છે કે " જે કઈ છે તે મન જ છે. જેવા બનવા તમે ઇચ્છશો તેવા તમે બનશો. " કોઈ પણ વસ્તુ ને પ્રાપ્ત કરવા માટે સતત તેના વિચાર કરવા જરૂરી હોય છે. ખેતર માં બી વાવ્યા પછી તેને પાણી પાવામાં ન આવે તથા તેની યોગ્ય માવજત ન થાય તો તે ફળ આપતું નથી. તેવી જ રીતે મનમાં વિચાર કર્યા બાદ તેના માટે મહેનતરૂપી પાણીનું સિંચન કરવામાં ન આવે તો ઈચ્છા ફળીભૂત થતી નથી.
જેમ લોહચુંબક લોખંડને જ આર્કષે છે લાકડાં ને નહિ, તે મુજબ વસ્તુઓ કે માનવીઓ સાથે આપણા ઉદ્દેશ્યો અને વિચારોનો સંબંધ હોય એ પદાર્થો અને વ્યક્તિઓને આપણી તરફ આકર્ષી શકીએ છીએ.

 
"આશાસ્પદ વિચારોમાં પણ એક ખાસ પ્રકારની શક્તિ રહેલ છે."
- સ્વેટ માર્ડન 

ઉપરની કહેવતને સાર્થક કરવા આપણે પણ થોડો અનુભવ કરી લેવો જોઈએ. આ આશાસ્પદ વિચારોની આપણી માનસિક અને શારીરિક પ્રગતિ પર એક પ્રકારની વિશિષ્ટ છાપ પડે છે. જે ઈચ્છા દ્રઢ હોય છે તેની પ્રાપ્તિ તેટલી જ પ્રબળ બની જાય છે. વિચારમાં રહેલી શક્તિ અંગે આપણા પૈકી મોટા ભાગના લોકોને ખબર હોતી નથી અથવા તો આપણે  વિશ્વાસ હોતો નથી. પરંતુ હકીકત એ છે કે એવી કોઈ જ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી, જે આપણે ન મેળવી શકીએ.



પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ

No comments:

Post a Comment