कर्मणये वाधिकारस्ते मां फलेषु कदाचन ।
मां कर्मफलहेतुर्भू: मांते संङगोस्त्वकर्मणि" ।।
ભગવદ્દગીતાનો આ શ્લોક સૌથી વધારે પંકાય છે પણ આ શ્લોકનો તાત્પર્ય શું? તેના અમલ અંગે ઘણા મતમતાંતરો પ્રવર્તે છે. અમુક લોકો શ્લોક પ્રમાણે જીવીયે છીએ એમ બોલતા હોય છે. સંસ્થામાં લાખો રૂપિયાનું દાન કર્યું કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર પણ એ લોકો એ કંઈક વિચાર તો કરવો જોઈએ. મારા સન્માન માટે નાનકડું ફંક્શન રાખ્યું હોત તો? વાત સમજ્યા? મેં તો કર્મફળ તદ્દન છોડી દીધું છે પણ એ તો જરૂરી નથી કે બીજા લોકો મારી ઉપેક્ષા કરે? બીજા અમુક લોકો કહેતા હોય કે અમે તો ઘણા પ્રયત્નો કાર્ય પણ શ્લોક પ્રમાણે અમલ થતો જ નથી. કર્મનું ફળ સારું હોય તો ઠીક પણ સારું ન આવે તો દુઃખ તો થાય જ. સફળતા અને અસફળતામાં એક સરખા રહેવું બહુ મુશ્કેલ છે. આવા લોકો અમલી નથી બની શકતા પણ પ્રામાણિક તો ખરા. ત્રીજા પ્રકારના લોકોને થોડા બુદ્ધિજીવી કહી શકાય, કેમ કે આજનું ખ્યાલ કરવાવાળા માને કે આ શ્લોક કદાચ જુના જમાનામાં લાગુ પડતો હશે.
જો ફળની આશા ન રાખીયે તો માણસ ચંદ્ર પર કઈ રીતે પહોંચી શકે? કર્મફળની આશા જ ના રાખીયે તો કર્મ કરવામાં ઉત્સાહ શું રહે? આશાવીહીન કર્મ કરવામાં અપને એવા વિચાર આવે કે કશું જ ન કરીયે જે થાય છે તે થવા દઈએ. કદાચ હું અને મારા જેવા અનેકો લોકો આ શ્રેણીમાં આવતા હોઈશું. પરંતુ આ તર્ક વિચારશક્તિ મુજબ બરોબર જ છે. કેમ કે આ અર્કની પસંદગી ને લીધે સુખી રહી શકાય. કર્મ કરવાનું ફળની આશા વગર એટલે ફળ શું મળશે એની કોઈ ચિંતા જ કરવાની ન રહે અને કાર્ય કુશળતાથી કરી શકાય તથા બીજી બાજુ ફળ સારું ન મળે તો દુઃખ પણ થાય નહિ કેમ કે જે થાય એવું થવા દેવાનું આપણે આગ્રહ રાખ્યું હોય.
શ્લોકની બીજી પંક્તિમાં શબ્દ છે કે : कर्मफलहेतु જેનો અર્થ છે કે માણસ સફળતાને જ જીવનનો અધાર માને છે, અસફળતાને સ્વીકારી શકતો નથી. જે માણસ કર્મફળ હેતુ છે તે સફળતામાં કહે છે : હાશ ! ઈશ્વર ! તે મને બચાવી લીધો નહીંતર મારુ જીવન નિરર્થક બની જાત અને અસફળતામાં કહે છે કે : હે ઈશ્વર ! હવે શું થશે? ચારમાંથી કોઈ એક તિમિર તેજ પ્રસરાવનારો દ્વાર ઉઘાડ. ભગવદ્દ ગીતામાં એ પણ કહ્યું છે કે : मांते संङगोस्त्वकर्मणि એટલે કે અકર્મમાં આશક્તિ ન થવી જોઈએ. અકર્મમાં આશક્તિ એટલે કર્મમાં ઉત્સાહનો અભાવ અને શિથિલતા.
આ શ્લોકનો અર્થ અને ઉપયોગ તો સામાન્ય દરેક લોકો જાણતા હશે પણ ગંભીર અને મુશ્કેલભર્યું કામ તો એ છે કે શ્લોકનો અમલ......? દરેક વ્યક્તિ સામાન્ય સાંસારિક અને યોગ્ય ગુણોના આચરણ અંગે જાણતા હોય છે પણ પ્રશ્ન તો મહત્વનો એ છે કે તેનો અમલ કેટલા અંશે..? કદાચ અમલ કરવાની દાનત હોય પણ તોય આપણો મન આવા વિચારો પર હાવી થઈને પરિણામસાભર યુતિ દાખવવામાં સાથ ન આપી શકે. ગુણોનો અમલ અને દુર્ગુણોનો ત્યાગ બે મહત્વની બાબત પર આધાર આખે છે : એક દાનત ( ઈચ્છા ) અને બીજું પયત્ન. અમલીકરણ દરમિયાન અસફળ થાઓ તો એ અસફળતાને મૂકી દો અને ફરી પ્રયત્ન કરો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી કરેલા તમામ પ્રયત્નોને ભૂલી આગળ વધવાથી જ ચંચળ મન પર શિથિલતા મેળવી શકાશે, નહીંતર મન પર અસફળતાને લઇ લીધા બાદ કર્મ પ્રત્યે ઉત્સાહ નહિ જળવાય અને સફળતાની યાચના અધૂરી રહી જતા પુરી થવાની શક્યતા શૂન્ય બની જશે.
અસફળતામાં મળેલ નિરાશાને યાદ કરવા કરતા સહેલું છે કે સફળતા મેળવવા માટેના નવા-નવા સપનાઓ જોવામાં આવે. મારી આ વાત અને શ્લોકનું તાત્પર્ય આજના યુવાઓને વધુ લાગુ પડશે અને કામ પણ લાગશે. આજના સમયમાં સ્પર્ધા બહુ વધી ગઈ છે અને ભવિષ્યની કેડી કંડારવાની હોડમાં ઉતરેલા તમામ સ્પર્ધક યુવાઓ આ સંશયથી મુંજવાય છે. પરિણામ સારું નથી આવતું તો પ્રયત્ન છોડી દેવામાં આવે છે કાં તો અમુક પ્રયત્નો બાદ ઉત્સાહ નથી રહેતો અને તમામ કોશિસોને પડતી મૂકી દેવામાં આવે છે. આવા સમયે જરૂર હોય તો માત્ર પ્રેરણાની. આ પ્રેરણા આપનારું ઉદ્દીપક જો હાથ ચડી જાય તો ફરી તાજા-માજા થઇ જવાય.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો 2-4 પરીક્ષા પૂરતું પોતાનું ગજું જોખાવે છે ત્યારબાદ તમામ આશા, નિરાશા, અપેક્ષા, પ્રયત્નોને પડતે મૂકી દે છે. પણ જો ભગવદ્દના આ શ્લોકનું યોગ્ય આચરણ શક્ય બની જાય તો સફળતાનો માર્ગ મોકળો અને સહેલો બની જાય. તો મારા જેવા આજના તમામ યુવાન મિત્રો કે જે મારો લેખ વાંચી રહ્યા છે તેમને વિનંતી કે પ્રેરણાત્મક ઉર્જાની ઝાંખીને કદી બૂઝવા ન દે અને પ્રયત્ન સતત કરતા રહે કેમ કે પ્રયત્ન વિના પરિણામ શક્ય જ નથી.
પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ
તા: 16/12/2017
તા: 16/12/2017
No comments:
Post a Comment