ભારતમાં સામાજિક અને સાંસ્કૃતિક બદલાવના પૃથ્થક્કરણમાં બ્રિટિશ નમૂનો દેખીતી રીતે મહત્વનો છે. બ્રિટિશરોએ છોડેલ અમુક સંસ્કૃતિના તથા આધુનિકીકરણના બીજ આજ સુધી ભારતીય પ્રજાજીવનમાં જીવિત છે. પરંપરાગત રીતે ભારતીયો ભોજન બેસીને જમતા. ભોજન પાંદડા પર અથવા ધાતુની ખાસ કરીને પિત્તળની કે કાંસાની થાળીમાં પીરસવામાંઆવતું. ભોજન એ ધાર્મિક ક્રિયા હતી. વ્યક્તિને પીરસ્યા પહેલા ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવતું તથા ભોજનને અંતે પાત્રો અજીઠાં થતા તે બહાર નાખવામાં આવતા અને જ્યાં મુકવામાં આવતા તે જગ્યા ગાયના છાણ માટીથી અબોટ કરવામાં આવતી.
અત્યારે તો ગ્રામીણ સાંસ્કૃતિક પરિસ્થિતિના આધુનિકીકરણને વરેલી છે ત્યારે મોટા નગરોનું તો કહેવું જ શું? હવે પાશ્ચાત્યને વરેલ શિક્ષિત સમૂહો ટેબલ ઉપર જમવાનું પસંદ કરે છે. આ પરિવર્તનનું સાવ દેખીતું લક્ષણ નવી સાધન વ્યવસ્થા દર્શાવે છે અથવા તે ભોજનરીતિ ઘ્વારા સાંસ્કૃતિક એકરૂપતાની અમુક કક્ષાઓને પરંપરાથી વિમુખ જીવનરીતિનો સચિત્ર દર્શન છે એવું કહી શકાય. રૂઢ થયેલી વાનગી પીરસણ ના નિયંત્રણો નબળા પાડવાના પરિણામે ટામેટા,બીટ, ડુંગળી જેવા નિષિદ્ધ શાકભાજીનો વપરાશ થાય છે અને માધ્યમ વર્ગની થાળીમાં ઈંડા પણ ભોજન તરીકે પીરસાય છે. ટૂંકમાં શિક્ષણ ઊંચી આવક અને પશ્ચિમીકરણને પરિણામે જીવનરીતિમાં બિન સાંપ્રદાયિકતા ઘરે-ઘરમાં પ્રવેશેલ છે ગામડાના લોકો કરતા શહેરના લોકોમાં પશ્ચિમી અસર વધારે જોવા મળે છે જેમ શહેર મોટું તેમ આવી અસરોનો અવકાશ વધારે.
પશ્ચિમી અનુકરણના સમય સાથે કેળવાયેલા શિક્ષણના વ્યાપને લીધે લોકોની જીવનરીતિ સમૃદ્ધ બનવા પામી છે. આ તો એક ભોજનના સર્વ સાધારણ ઉદાહરણ છે. વર્તમાનમાં ભારતીય સમાજના તમામ પાસા પર પશ્ચિમી અસર છે. તહેવારોની ઉજવણી દા ત. 31st ડિસેમ્બરના ભેટ-સોગાદ,ચોકલેટ, કાર્ડ વગેરે આપીને દિવાળીની જેમ ન્યૂ યર ઉજવવામાં આવે છે પરંતુ ગાંધીજીના સાદગી અને સ્વાવલંબીપણા ના પ્રયત્નોથી અમુક અંશે પશ્ચિમીકરણ નો વ્યાપ થોડો ઓછો થયો છે.
વિદેશમાં નિર્મિત આવું સુવિધાસજ્જ ચીજ વસ્તુઓ ઘ્વારા ઉત્પન્ન થયેલ મોજણી માણવા આજના બેખબર નાગરિક વિના તાંતણે બંધાયેલ છે મારે તો માત્ર સમાજમિત્રોને વિચારતા કરવા છે કે આપણે રોજિંદા ઉપયોગમાં કેટલી સ્વદેશી વસ્તુઓને વપરાશમાં ભાગીદારી નિભાવીએ છીએ અને કેટલા અંશે પશ્ચિમીકરણને વરેલા છીએ. આજના કહેવાતા સમજદારોના સામુહિક સમાજમાં જરૂર છે તો માત્ર ઈશારો કરવાની. આગળના એક્શન લેવા માટે વીર પ્રજા સક્ષમ છે જેની રગોમાં ભારતીય મૂળનું લોહી વહે છે.
No comments:
Post a Comment