તમે જયારે જાણો કે, વિચારો અને ખ્યાલો બદલો તો તમારામાં તમારી તમામ બાબતો બદલવાની શક્તિ છે. રચનાત્મક અને શુભ પરિણામો લાવનાર પ્રબળ ઇચ્છાશક્તિ સાથેના વિચાર જો તમારા મનમાં હશે તો સો ટકા સફળતામાં પરિણમશે. આપણી વિચારસરણી બદલવાનો સર્વોત્તમ અને સૌથી સહેલો રસ્તો મજબૂત નિર્ધારનો ઉપયોગ કરવાનો છે અને જરૂર પડે તો યોગ્ય ઉદાહરણો દ્વારા યાદ રાખવાનો છે.
સૉશ્યલ મીડિયામાં તાજેતરમાં મેસેજ ફરતો થયો છે તેને હું થોડી વધુ સ્પષ્ટતાથી રજુ કરવા માંગુ છું. જન્મથી બાળક મોટું થાય છે ત્યારે બધું શીખે છે, ઘણા સારા-નરસા અનુભવો, સફળતા- નિષ્ફળતા મેળવીને તેની વૃદ્ધિ થતી હોય છે. તેને ગણિતમાં સમજીએ તો સરવાળો (જ્ઞાનમાં વૃદ્ધિ) થાય છે એટલે કે 19+1=20. જયારે વ્યક્તિ પરિપક્વ બને છે એટલે કે વિકાસના એરણ પર પહોંચે છે, જે પોતાના જ્ઞાનમાં વધારો થયો છે તેના પાર સ્થિરતા જાળવી રાખે છે, ગણિતમાં સમજવું હોય તો હવે તેની વૃદ્ધિ- વિકાસની ગતિ ગુણાકારમાં પરિણમે છે, ઉદાહરણ તરીકે 20*1=20. જયારે વ્યક્તિ સંપૂર્ણ પરિપક્વ બન્યો છે, તેણે સફળતાનાં ઊંચા શિખરો સર કર્યા છે અને પોતાની અભિવ્યક્તિ શ્રેષ્ઠ બનાવી છે ત્યારે તેમાં અભિમાનનો અનુરાગ પ્રવેશે છે. અહમપણાંનો ભાવ વ્યક્તિને અધોગતિ તરફ ન લઇ જાય તે માટે દોષ, ખામીઓ કે દુર્ગુણોને ત્યજવા જરૂરી બની જાય છે, ગણિતમાં કહીએ તો બાદબાકી કરવી જોઈએ એટલે કે 21-1=20.
નવું વર્ષ 2020 અને જાન્યુઆરી મહિનાની આ તારીખો આયખાનું ભાન કરાવી જાય છે જો આપણે સમજીએ તો! તા:19.1.20, 20.1.20 અને 21.1.20 આ ત્રણ તારીખોના ફોર્વર્ડેડ મેસેજ તો મીડિયામાં ઘણા ફરતા થયા હશે પણ જો તેને પણ આપણી રચનાત્મક વિચારશૈલીથી અર્થસભર બનાવી દઈએ તો આખીય જિંદગીનો સાર સમજાવી જાય તેમ છે. નૂતન વર્ષના 20 દિવસ પછી આપ સૌને એક નવી વિચારધારા સાથે નૂતન વર્ષ અભિનંદનમ!
Thanks & Regards,
Purvi Goswami
Mob. 9825792048
Nicely narrated
ReplyDeleteThank you OM
Delete