pub-8726264906223836 વિચારોની વનમાળા: તો આ છે નવાં વર્ષનાં એંધાણ !

Tuesday, 5 May 2020

તો આ છે નવાં વર્ષનાં એંધાણ !



આજે આ લેખમાં બધી જ રાશિવાળા છે. ગેરકાયદેસર રીતે આકાશમાં રહેતા ગ્રહો અંદર અંદર લડતા જગાડતા હોય છે, ઉચ્ચનો શનિ ગમે ત્યારે નીચનો શનિ બની જાય છે. મંગળ પોતાના હવા ઉજાસ વગરના ત્રણ નંબરના ઘરથી કંટાળીને સાત નંબરનો વેલ ફર્નીશ્ડ બંગલો આંચકી લેવા પ્રયત્ન કરતો હોય તો તેની અસર મંગળથી કરોડો માઈલ દૂર પૃથ્વી પર વસતા મંગળ પ્રભાવી જાતકો પર કરે છે. વચ્ચે મેં મારા મિત્રને પૂછ્યું કે, 'તું કેમ વાત-વાતમાં લબાડીને બદમાશી કરે છે ?' તો તેના ઉત્તરમાં હસીને મને કહ્યું કે, ' શું કરું યાર ? મારી કુંડળીમાં જ એવા ગ્રહો પડ્યા છે. મારી કરેલી આગાહીઓ હંમેશા સચોટ  નીવડી છે. જેમ કે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના દિવસે આવે, આઝાદી દિવસ 15મી ઓગષ્ટના આવે,એમાં કોઈ મીનમેખ નહિ થાય. ચંદ્રગ્રહણ રાત્રે  અને સૂર્યગ્રહણ દિવસે જ થશે,એજ પ્રમાણે ગુડફ્રાઇડે શુક્રવારે આવશે, સોમ ય બુધવારે નહિ આવે. ભલે એમ  એ કરેલ અગાહીઓમાંની મંદ 6 ટકા આગાહીઓ જ સાચી પડે છે, પણ હું એમાં અપવાદ છું. ' એટલે અહીં આપણે ગ્રહોને વચ્ચે લાવ્યા વગર જાતકોના ભવિષ્યની વાત કરીશું.
• અગાઉના વર્ષોની માફક આ વર્ષે અચાનક આવક કરતાં ખર્ચ વધવાના યોગ છે, પરંતુ જો બચત જ કરવી હોય તો ખિસ્સા વગરનાં પેન્ટ-શર્ટ પહેરવા અને થયેલી બચત નબળી બેન્કમાં ન મુકવી.
• ઉતાવળથી  નુકશાન થાય, પરંતુ જો કોઈ હડકાયું કૂતરું કરડવા પાછળ પડે તો મુઠ્ઠીઓ વાળીને પી.ટી. ઉષાની ઝડપે દોડવું.
• ધારેલા કર્યો નિષ્ફળ જાય અને નહિ ધારેલા કર્યો સફળ થાય એટલે કશું ધરવું નહીં.
શત્રુઓ કે હરીફોથી ડરવું નહીં, એ કામ મિત્રો સારી રીતે કરી દેશે.
• આ વર્ષે કોઈના પર વિશ્વાસ મુકશો નહિ ,વિશ્વાસઘાત થવાનો યોગ છે. આમ પણ વિશ્વાસઘાત એ વિશ્વાસુ માણસની ફરજનો એક ભાગ હોય છે એ વિશ્વાસુ માણસની ફરજનો એક ભાગ હોય છે એ યાદ રાખવાથી પસ્તાવોનો વારો નહિ આવે.
• ધંધા રોજગારમાં નાણાકીય ભીડ ઓછી થશે, પણ આપને ઉધાર નાણાં ધીરનારની નાણાંભીડ વધશે.
• કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને પ્રેમમાં નિષ્ફળતા મળવાના ભરપૂર યોગ છે, માટે પ્રેમપ્રસંગને જોડતાં જોડકણાં કે કવિતાઓ રચવા પાછળ સમય વેડફવાને બદલે અભ્યાસમાં ચિત્ત પરોવવું, નહિ તો પછી ફુલ ટાઈમ પોએટ - પૂર્ણ સમયના કવિ , સમજાય એવી ભાષામાં કહીએ તો સાવ નવરાધૂપ થઇ જવાના દિવસો આવશે.
• વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે, આમ તો ' પારકી આશ , સદા નિરાશ ', પરંતુ પરીક્ષામાં પેપર્સમાં સારા દેખાવાની આશા ન હોય તો અને વર્ષ બગડવા દેવું ન હોય તો પારકાંને પોતાના બનાવવાના પ્રયત્નો કરવા, થોડી ઘણી સફળતાનાં યોગ ખરા!
• હવે આવતાં ફેબ્રુઆરી માસમાં (28 દિવસ હોવાને કારણે) અન્ય મહિનાઓના મુકાબલે ભ્રષ્ટાચાર ઘટતો જોવા મળશે.
• ફાગણ-ચૈત્રમાં અગ્નિ, ઇલેક્ટ્રીક ઈસ્ત્રી તેમજ પોતાની સ્ત્રીથી ખાસ સાંભળવું , દાઝી જવાના યોગ છે.

અને અંતે,
પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખવી હોય તો કોઈ પણ રાશિવાળા જાતકે આ પ્રકારના અખબારી ભવિષ્ય વાંચવા નહીં,ડિપ્રેશન થવાના યોગ છે. તો કોઈ પણ ગ્રહોની દશા જો સુધારવી હોય તો એક સાદો અને સરળ ઉપાય એ છે કે પારકી પંચાત કે જ્યોતિષીનો આશરો રાખવો નહીં, માત્ર સારા ફળ માટે સારા કર્મો કર્યે જવું.


પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ
તા: 30/12/2017

No comments:

Post a Comment