જો “સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ” સિદ્ધાંતને હાલની પરિસ્થિતિ સાથે જોડીએ તો એક પડકારજનક પ્રશ્ન સામે આવે કે, કોરોના વાઇરસ રોગચાળાના સંદર્ભમાં ‘ફીટેસ્ટ’ કોણ છે? આ જ પ્રશ્નનો સચોટ ઉકેલ કદાચ કોઈ પાસે નથી.
“માનવી એક જ દિવસમાં વિકસિત થઇ જતું નથી પરંતુ તેને વર્ષો લાગે છે, હાલની પરિસ્થિતિ સુધી પહોંચતા.” આ પ્રથમ જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. જેમણે આજે જીવંત જીવનની હાજરી કેવી છે તે સમજાવવા માટે ઉત્ક્રાંતિના મહત્વપૂર્ણ સિદ્ધાંત દુનિયા ને આપ્યા હતા. એમાંનો એક સિદ્ધાંત “સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ” અર્થાત “અસ્તિત્વની શ્રેષ્ઠતા” વિશે વાત કરી હતી. માનવી પોતાના વંશજો સાથે વધુ સમય ટકી રહે છે અને તેના માટેનો મૂળ પાયો છે: ફિટનેસ. જ્યારે પણ કોઈ નવું ચેપ, જે વિશ્વમાં પહેલા ક્યારેય ફેલાયું ન હોય તે અસ્તિત્વમાં આવે છે, ત્યારે કુદરતી પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા પર વિચાર કરવામાં આવે છે. અસ્તિત્વ માટેના સંઘર્ષના પરિણામની શાસ્ત્રીય સમજ, ડાર્વિનિયન ફિટેસ્ટના અસ્તિત્વમાં આવે છે.
યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલીનાના ઇમ્યુનોલોજી સંશોધનકારોએ એક વાત સ્પષ્ટ કરે છે કે, ‘કોઈ અસરકારક સારવારના વિકલ્પ વિના, કોરોના વાયરસ ચેપ સામે ટકી રહેવા સંપૂર્ણપણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ મહત્વની બની રહે છે.
રોગપ્રતિકારક પ્રતિક્રિયાના બે તબક્કાઓ શરીરમાં અસ્તિત્વ પામે છે. પ્રતિકારક શક્તિ કાર જેવી છે. જેમાં કોઈ એક નિર્ધારિત સ્થાન સુધી પહોંચવા માટે: એક પ્રવેગક (એક્સીલેટર) અને બીજુ બ્રેક બંનેની જરુર પડે છે. જે સારી રીતે કાર્યરત હોય તે ખૂબ જરૂરી હોય છે. તેમાંથી કોઈ એકની નિષ્ફળતા પરિણામમાં નોંધપાત્ર ફેરફાર સર્જી શકે છે. ચેપી એજન્ટ સામે આ બે તબક્કાને સમજવું હોય તો, જ્યારે ચેપી એજન્ટ પર હુમલો થાય છે ત્યારે શરીર તબક્કો 1 શરૂ કરે છે, જે બળતરાને પ્રોત્સાહન આપે છે. જે એવી વ્યવસ્થા ઊભી કરે છે, જે રોગકારક કોષના ચેપને નાશ કરવાની ક્ષમતા ઊભી કરે છે. આ પછી બીજો તબક્કો આવે છે જેથી રોગ પ્રતિકારક કોશિકાઓ બળતરાને દબાવી દે છે જેથી નવા લડવૈયા કોષો અસ્તિત્વમાં આવી શકે. એન્ટિબાયોટિક્સ અને ટી સેલ આ સંદર્ભમાં બંને તબક્કાઓમાંથી પસાર થઈ જનાર પેશન્ટને સાજા કરી દે છે અને આ બેમાંથી કોઈ એકમાં પણ નિષ્ફળતા એ જીવન અને મૃત્યુ વચ્ચે મોટો પ્રશ્ન બની જાય છે.
આ કોરોના વાયરસથી તે જાણવું સહેલું નથી કે સૌથી યોગ્ય એટલે કે “ફિટેસ્ટ વ્યક્તિ” કોણ છે? તે જરૂરી નથી કે સૌથી ઓછી ઉંમરની, મજબૂત એટલે કે અથ્લેટિક પર્સનાલિટી કોરોના વાઇરસ સામે બચી જશે, પરંતુ એ સર્વ સામાન્ય હકીકત છે કે, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓને આ ચેપ લાગવાથી રિકવરીનો સમયગાળો બમણો થઈ જાય છે.
ચાર્લ્સ ડાર્વિનના આ સિદ્ધાંત પર વધુ રિસર્ચ કરીને ફિલોસોફર હર્બર્ટ સ્પેંસર એ ઇકોનોમિક સિસ્ટમ અને વ્યવહારુ અભિગમને નજરે રાખીને વધુ સ્પષ્ટતાઑ ઉમેરી હતી. જો આર્થિક રીતે જોવા જઈએ તો કેટલાક સંશોધકો એવું અનુમાન કરી રહ્યા છે કે, આવનારા દિવસોમાં એવું બની શકે કે સુરક્ષા દળોની જેમ કંપનીઓ પણ “ફિટનેસ સર્ટિફિકેટ”ની માંગણી કર્યા બાદ જ નોકરી ઉપર રાખે અને “ફિટનેસ પાસપોર્ટ” દ્વારા જ દેશમાંથી વિદેશીઓને પ્રવેશ સુગમ્ય બનાવવામાં આવે.
આપણે જાણીએ છીએ કે ભૂમિદળ નૌકાદળ કે પછી હવાઈદળ હોય, બધામાં ફિટનેસ તપાસણીના ૧૦થી વધુ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. આ મૂલ્યાંકનમાં શારીરિક અને માનસિક તપાસણીને આવરી લેવામાં આવે છે, કારણકે કમજોર વ્યક્તિના હાથમાં દેશ પોતાનની સુરક્ષા આપી શકે નહીં. આ કોન્સેપ્ટ અને સુરક્ષા દળો સાથે પણ કોઈ સુસંગતતા રહેતી નથી કારણ કે આ દળોમાં સ્વસ્થ વ્યક્તિની અનિવાર્યતા જરૂરી છે. તેમની ફરજ એ મુજબની હોય છે, જ્યારે વાઇરસ સામે લડવું મુશ્કેલ છે, કારણ કે તે communicable disease હોવાથી માત્ર સંક્રમણ દ્વારા તે ગુણાકારમાં દર્દીઓની સંખ્યા ખડી કરી શકે છે.
Published in: Kutch Kanoon And Crime
Date: May 15, 2020
Ref. Link:
અસ્તિત્વના સઘર્ષમાં ટકી રહેવા ફિટેસ્ટ કોણ..?
ખૂબ સરસ
ReplyDelete