રુદ્રાક્ષનું નામ સાંભળતા એક અલૌકિક અનુભવ થવા માંડે અને તરત તેના વિષે જાણવાની જીજ્ઞાશા આપણા મનમાં પ્રબળ બને છે. કારણકે રુદ્રાક્ષ વર્ષોથી પ્રચલિત ને પ્રસિદ્ધ છે. રુદ્રાક્ષના અનેકવિધ ચમત્કારો અને તેના વિષેની અવનવી લૌકિક અને અલૌકિક વાતો આપણે અવારનવાર સાંભળતા રહીએ છીએ. રુદ્રાક્ષ શું છે? જો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો હું તો એમજ કહીશ કે રુદ્રાક્ષ સ્વયં શિવ છે અને જો શિવ પ્રત્યેનો અપાર ભક્તિભાવ હોય તો રુદ્રાક્ષ વિષે બીજો કોઈ પ્રશ્ન થાય જ નહીં. કારણકે શિવ સંપૂર્ણ છે તેથી રુદ્રાક્ષ પોતામાં સંપૂર્ણ અર્થ બની જાય છે. સુખી માણસો માટે સંપત્તિનું સાધન, દુઃખીઓ માટે દુઃખ નિવારણનું સાધન, રોગીઓ માટે રોગ નિવારણનું સાધન, યોગી માટે યોગ કરવાનું સાધન, સત્તાધીશો માટે સત્તા ટકાવી રાખવાનું સાધન, સાધકો માટે સાધનાનું, ભક્તો માટે ભક્તિનું અને હા, ફેશનવાળાં માટે ફેશન કરવાનું સાધન છે - રુદ્રાક્ષ!
રુદ્ર અને અક્ષ આ બે શબ્દને ભેગા કરવાથી રુદ્રાક્ષ શબ્દ બને છે. રુદ્ર એટલે ભગવાન શિવ-મહાદેવ-શંકર-ભોળિયો અને અક્ષ એટલે આંખ, નયન, લોચન, નેત્ર.
રુદ્ર શબ્દમાં પણ “રુ” એટલે અંધકાર, અજ્ઞાન, મલિનતા, પાપ, સંતાપ, ભય અને “દ્ર” એટલે પીગળવું, ઓગળવું, ઉક્ત થવું, છૂટવું. અંધકાર, અજ્ઞાન, મલિનતા, પાપ, સંતાપ, ભયમાંથી મુક્ત કરવા, ઓગાળવા કે પીગાળવા ભગવાન શિવજીએ કરુણા કરીને નેત્રમાંથી કરુણાબિન્દુ વરસાવ્યાં એ રુદ્રાક્ષ.
એક રુદ્રાક્ષ પર અભિષેક અર્થાત શિવલિંગ પર અર્ચન - અભિષેક કર્યું ગણાય. આમ 30 લાખ જેટલા શિવલિંગ પર અભિષેક કર્યાનો પુણ્ય ફળ મળે તે માટે, ભવ્ય કાર્યક્રમ ભુજમાં તા. 19થી ચાલુ થઇ ગયું. હું માનું છું કે મહાદેવની અસીમ અનુકંપા જ હશે કે જેના લીધે કચ્છની ધરતી પર આવું રૂડું અવસર કચ્છવાસીને સાંપડ્યું છે. મહાશિવરાત્રીના પાવન અવસર પર વિરાટ મહાશિવલિંગ પર દર્શન અભિષેકનો લાભ અને સાથે દરરોજ શિવકથાનું આયોજન એ કચ્છની ધરી પર ભવ્ય ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ધાર્મિક મૂલ્યોના જતન અને સંવર્ધન, યુવાનોમાં એકતા, આધ્યાત્મિકતા અને ઉત્તમ ચરિત્ર નિર્માણ સાથે જીવ થી શિવ તરફનો ભાવ શિવ કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના શ્રીમુખે પ્રસ્તુત થશે પુજ્ય બાપુ આ અનોખી રુદ્રાક્ષ મહાશિવલિંગ પરંપરાના સર્જક છે અને તેમને 4 વાર લીંમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. કચ્છની પાવન ભૂમિ આ વિશ્વ વિક્રમની સાક્ષી બનવા જઇ રહી છે.
પ્રકાશિત :
વાવડ દૈનિક
તા: 20/02/2020
No comments:
Post a Comment