pub-8726264906223836 વિચારોની વનમાળા: ચિંતાઓની ડાયરી

Wednesday, 6 May 2020

ચિંતાઓની ડાયરી



જે સામાજીક પ્રાણી સંસારિક મોહમાયાથી ઘેરાયેલો છે તેની જિંદગીમાં સુખ અને દુઃખ બંને ની હાજરી તો રહેવાની જ, પણ માનવી સુખના સમયે પણ દુઃખની ચિંતા કરીને લ્હાવો ચૂકી જાય છે. માણસ આજની લાઈફ ગમે તેટલી જ સહજતાથી માતો હોય પરંતુ તેની day-to-day life માં ચિંતાઓની માયાજાળ તો ઘેરાયેલી જ રહેવાની છે. પરંતુ વાસ્તવિકતા એ સ્વીકારી લેવી જોઈએ કે માણસની બધી જ ચિંતાઓ વર્તમાનમાં ઉદ્ભવેલી હોતી નથી, પરંતુ ભવિષ્યની ચિંતાઓની ગણતરી પણ વર્તમાનમાં થતી હોવાથી માણસ કદી ખરેખર તો ટેન્શન ફ્રી હોતો જ નથી.
વ્યક્તિ આજના પ્રશ્નોનો વિચાર કરવાને બદલે આખી જિંદગીના પ્રશ્નો એકસાથે વિચાર કરતી હોય છે. સામાન્ય વિચારસરણી એવી હોય છે કે વર્તમાનમાં જ ભવિષ્યમાં પેદા થનારી ચિંતાઓનો ઇલાજ કરી લેવામાં આવે તો ભવિષ્યનો સમય હળવો બનાવી શકાય, પણ ખરેખર તો એવું કદી બનવાનું જ નથી. ભવિષ્યની ઘટનાઓ તો નિશ્ચિત જ નથી અને સમસ્યા તો માનવ જીવનની સાથી છે, એનો વિયોગ તો અશક્ય જ સમજી શકાય.
ઘરમાં રહેતી ગૃહિણી ઘરના સુગઠિત આયોજન માટે, પુરુષો કામનું આયોજનબધ્ધ સંચાલન કરવા માટે તથા બાળકો પરિક્ષાલક્ષી યોજના તૈયાર કરવા માટે ડાયરી બનાવતા હોય છે, જેનાથી દરેક વર્ગના લોકો પોતપોતાની આયોજન પ્રવૃત્તિ હાથ ધરી શકે. ચિંતાઓનો ઈલાજ પણ આ રીતે ડાયરી બનાવીને કરવો જોઈએ દરેક ચિંતાઓની આગોતરી યોજના તૈયાર કરીને તેના નિવારણની નિશ્ચિત સમયમર્યાદા ડાયરીમાં નોટ કરવી જોઈએ. વ્યક્તિ ડાયરીના અભાવે એકસામટી સઘળી સમસ્યાઓનું વિચાર કરે અને પરિણામે એનું જીવન સતત ચિંતાગ્રસ્ત રહે, એટલે જ આજકાલ શુબ્ધ અને ચિંતાગ્રસ્ત પકડાયેલા માણસો વધારે જોવા મળે છે. દિવસ ઉગતાની સાથે જ માણસના મનમાં ચિંતાનો ઉદય થઈ ચૂકયો હોય છે. જેમાંથી અમુકનો ઈલાજ તો દિવસ આથમતા લગી મળતો નથી. પરિણામે આ ચિંતાઓ તે પછીના દિવસે કેરી ફોરવર્ડ થઈ જાય છે. માનવીની અનેક કામોની વ્યસ્તતા વચ્ચે રૂટીન લાઈફ ચિંતામુક્ત બનાવવી અશક્ય છે એમ કહી શકાય. ગરીબ તો ઠીક શ્રીમંતાઈની તમામ સમૃદ્ધિની સપાટીએ પહોંચનારી વ્યક્તિ પણ લાખો ચિંતાઓને મગજમાં રાખી ઘુમતી હોય છે, અને તેથી જ તો આજકાલના લોકોની મુખ્ય સમસ્યા પણ સ્ટ્રેસ જ છે. તેથી જ તો ઉત્સાહના અભાવે જીવનખેલ રસભર નથી બની શકતું. ચિંતામુક્ત મન કોઈ પણ કઠિન કાર્ય ઝીલવાનો થનગનાટ દેખાડે છે. આમ, ચિંતા ડાયરીમાં પણ આહલાદક નોટીંગ થાય તો ઉપાય પણ ઉત્સાહસભર બની શકે.
આમ જ્યાં ચિંતાઓની બાદબાકી હશે, ત્યાં ભીતરના જીવનનો દરિયો ખુશીઓથી છલકાતો હશે.  
પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ  
તા: 19/11/2016  

No comments:

Post a Comment