એક પછી એક અનેક સ્ત્રી અત્યાચારના ઘટનાક્રમ હમણાં વિચિત્ર ઢંગથી ઘટી રહ્યા છે. તેમાં સમાવિષ્ટ દોશી લોકોને સજા કેટલી
મળી શકશે, આજે કહેવું મુશ્કેલ છે પરંતુ તેના કારણે અસંખ્ય નિર્દોષ લોકો શર્મસાર છે. તેઓના મસ્તક ઝૂકેલા છે, આંખોમાં આંસુ છે અને દિલમાં બેચેની છે.
એવું શાને થાય છે? આ સવાલ દીર્ધકાળથી હલ શોધી રહ્યો છે. વાત કોઈ ધર્મ વિશેષ, સમુદાય વિશેષ કે સમૂહ વિશેષની નથી, વાત તો સમસ્ત માનવજાતિની છે. આ સમસ્યા
કોઈ એક પ્રદેશની નહીં પણ ભૂમંડળ વ્યાપી છે.
મહિલા અત્યાચારના કારણ પણ અનેક છે. હાલના દિવસોમાં કેટલાય પ્રકારની ગણના કરી
શકાય છે,પરંતુ તે બધા એના સમાધાન માત્ર એક છે:
ધર્મને જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિ. આ સમાધાન સત્ય પર
સર્વેને ઊંડાણપૂર્વકના મનોમંથનની જરૂર છે. તે બધાને જો આજે દોષિત ઠરાવીને પીડા
ભોગવી રહ્યા છે અને તેઓને પણ સ્વયંના પીડાના શિકાર બનાવી રહ્યા છે. જો આ દિવસોમાં
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને મહત્વ અપાયું હોત
તો નિશ્ચિત આજે આ તમામ પીડાઓથી મુક્તિ હોત. આ વાત વારંવાર સમજવાની જરૂર છે કે તે
ધર્મના ચમત્કારથી કોઈ સંબંધ નથી, ધર્મ તો પ્રકૃતિની નિયમિત વિધિ છે. તેને સમજવા -
સ્વીકારવાથી આપણા જીવનનને કલ્પતરુ બનાવી
શકાય છે, જે આપમેળે મનોવાંછિત ફળ દેવા લાગે છે. ધર્મ કોઈને આશ્રિત, પરમુખાપેક્ષિ, પરાવલંબી નથી બનાવતો, તે તો જીવનને પરમ સ્વતંત્ર અને સંપૂર્ણ
રીતે મુક્ત કરે છે.
આ સત્યને બરાબર તે રીતે સમજી શકાય કે ભ્રષ્ટાચાર, પ્રશાસનિક નિષ્ફળતા, આર્થિક રાજનૈતિક પ્રણાલીને દોસી ન ગણાવી શકાય. રાષ્ટ્રના સુચારુરૂપથી સંચાલિત, સુવ્યવસ્થિત કરવા માટે રાજનૈતિક
વ્યવસ્થા કાલે હતી, આજે પણ છે અનેહંમેશા રહેશે. હા તેના પરિષ્કાર, પરિશોધન તથા પરિવર્તનની જરૂર અવશ્ય છે. આ વાત
વિજ્ઞાનની બાબતમાં પણ સત્ય છે,વિધ્વંશના અનેક કારણોનો પોટલો વિજ્ઞાન પર ઢોળાય છે, પરંતુ યથાર્થતા જોતા દોષી વિજ્ઞાન નહીં પણ તે વિચાર પ્રણાલી છે જે
વિધ્વંશક વૃતિ ધરાવે છે. અર્થવ્યવસ્થામાં દોષ હોય છે તો તેનો દોષનો ટોપલો કેટલાક
લોકો પર ઢોળવામાં આવે છે, જ્યારે આ દોષ ધર્મના દાયરામાં રહીને થાય તો કેટલાક લોકો નહીં પણ સમસ્ત ધર્મ
પ્રણાલીને દોષી માનવામાં આવે છે. આખરે એવું શા માટે? શું ધર્મની સંવેદનશીલતા, સમજણ, અસ્તિત્વની સાથે સહચર્યની જરૂરિયાત સમાજને નથી? જો છે તો ધર્મને રૂઢિઓ, મુઢ્તાઓ અને અંધવિશ્વાસથી મુક્ત કરવા માટેમહાઅભિયાન છેડાવું જરૂરી છે.
No comments:
Post a Comment