pub-8726264906223836 વિચારોની વનમાળા: શું કહેવું છે મતદારોનું

Tuesday, 5 May 2020

શું કહેવું છે મતદારોનું

આપણે સૌ જાણીએ છીએ કે ‘ Time is Money ’ તો સમયની અગત્યતાને અનુલક્ષીને મેં ઘણી વાર અનુભવ્યું છે કે કાર્યક્રમ નિર્ધારિત સમય પર ચાલુ કરવામાં 80% થી વધુ લોકો નિષ્ફળ જાય છે કેમ કે કાર્યક્રમના મુખ્ય યજમાનની હાજરી સમયસર હોતી નથી. આપણે જો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતાં જ હોઈએ તો સાથે એ પણ વિચારવું જોઈએ કે વિકાસની ગતિને અવરોધતા નહિ પરંતુ વેગ આપતા પરિબળો અપનાવીએ અને જીવનમાં મળેલ અમૂલ્ય સમયનો સદુપયોગ કરીએ. આ મુદ્દો ખુબ જ સામાન્ય છે પણ જો જાહેર જીવનમાં જોવા જઈએ તો હજારો કલાકોની બચત વર્ષ દરમિયાન થઇ શકે. એક જાગૃત મહિલા મતદાર નાગરિક તરીકે લોકશાહીના પ્રતિનિધિ પાસે કલમના સથવારે ખુબ અગત્યની બાબત રજુ કરવી પડે કે દેશના પ્રધાનમંત્રીથી માંડીને દરેક આમ નાગરિક સમયબધ્દ્ધતા જાળવીને ચાલે. એટલે કે કોઈ પણ સભા હોય કે કાર્યક્રમ; કોઈ પણ નાગરિકનો અમૂલ્ય સમય ન  બગાડતા વહેલી તકે પોતાની હાજરી નોંધાવે અથવા નક્કી કરેલ સમય પર પ્રતિનિધિ હાજર રહે.
ગત વિધાનસભા ચૂટણીમાં મહિલાઓએ મતદાન કર્યું તે સંખ્યા ખુબ નોંધપાત્ર રહી હતી કેમ કે દેશના અડધાથી વધુ રાજ્યોમાં પુરુષો કરતા મહિલા મતદારો વધુ હતી. ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લી ઘણી ચુંટણીઓમાં મહિલા મતદારોની ટકાવારી વધતી રહી છે. જો પુરુષો પાનના ગલ્લે કે ચાયની કીટલીએ ઉભા રહીને ગપગોળા કરવામાં વ્યસ્ત હોય તો તેમને પણ સાથે રાખીને મહિલાઓ મતદાન કેન્દ્રો સુધી પહોચી જઈને ગત વખત કરતા પણ વધુ સંખ્યા બતાવીને એક સાચા પ્રતિનિધિને ચુંટે કે જે એ જ મહિલાઓના આગામી ૫ વર્ષ માટેના વિકાસની ગતિના માપદંડો નક્કી કરશે; તો મારી તમામ મહિલા મતદારોને વિનંતી છે કે આવો સહુ સાથે મળીને લોકશાહી તંત્રની અજેય પ્રણાલીને અપનાવીને કોઈ પણ સંદેહ કે પક્ષાગ્રહ વિના સુપાત્ર પ્રતિનિધિની પસંદગી કરવામાં આગળ આવીએ અને કોઈ પણ લોભ – મોહમાં ન આવી જતા નિષ્પક્ષ ચુંટણીના ભાગીદાર બનીએ.
“ સહુનો સહકાર, યોગ્ય સરકાર ”

No comments:

Post a Comment