pub-8726264906223836 વિચારોની વનમાળા: 24 ઓગસ્ટ: વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

Sunday, 23 August 2020

24 ઓગસ્ટ: વિશ્વ ગુજરાતી ભાષા દિવસ


“વિશ્વ ગુજરાતી ભાષા દિવસ” એટલે કે દુનિયાના કુલ ૧૯૦ દેશોમાંથી ૧૨૯ દેશોમાં વસતા લોકોની ભાષાનો દિવસ. આપણા દેશની બીજી કોઈ ભાષા બોલનાર લોકો આટલી મોટી સંખ્યામાં, આટલા બધા દેશોમાં વસતા નથી. ભારતનાં બંધારણની કલમ 8 મુજબ માન્યતા પ્રાપ્ત ભાષાઓ પૈકી આપણી ગુજરાતી ભાષાને પણ સ્થાન મળ્યું છે. ભાષા શબ્દો અને વ્યાકરણથી રચાય છે. તેનો ઉપયોગ માનવી પોતાની સંવેદના અને ભાવોને વ્યક્ત કરવા ઉપયોગ કરે છે. 

24મી ઓગસ્ટનો દિવસ દરેક ગુજરાતીઓ માટે ખાસ છે કેમ કે શ્રી નર્મદાશંકર લાલશંકર દવે (નર્મદ)નો જન્મદિવસ એ “વિશ્વ ગુજરાતી ભાષા દિવસ” તરીકે ઉજવાય છે. કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833ના સુરતમાં થયો હતો. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો એ સમયે વિરોધ કરનાર કવિ નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના શિલ્પી બની રહ્યા. ગાંધીજી અને નહેરુજીથી પણ પાંચ સદી પહેલા એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષાના વિચાર મૂકનાર નર્મદે ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું.

 “ભાષા જાય તો સંસ્કૃતિ જાય.” એટલે જ મોરારીબાપુ ગુજરાતી ભાષા વિષે કહે છે, “અંગ્રેજી કામની ભાષા હોય તો તેની પાસે કામ લેવાય કામવાળીની જેમ. કામવાળી અને ગૃહિણીમાં જે તફાવત છે તે જ તફાવત અંગ્રેજી અને ગુજરાતીમાં છે. અંગ્રેજીને તેના સ્થાને રાખવામા આવે એ જ ઉત્તમ છે.”


No comments:

Post a Comment